ભજન – ગઝલ – જવાહર બક્ષી

Share it via

એવો તે કંઇ ઘાટ જીવનને દીધો જી

પરપોટામાં કેદ પવનને કીધો જી

ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું

અણસારાનો લાગ નયનને દીધો જી

લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો

દ્રસ્ટીનો દરબાર સ્વપ્નને દીધો જી

સપનામાં તો ભુલભુલામણ – અટવાયા

ઓળખનો અવકાશ તો મનને સીધો જી

અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું

પરપોટાની બહાર પવનને પીધો જી.

  • જવાહર બક્ષી (જન્મ તારીખ : 19-02-1947)

1 thought on “ભજન – ગઝલ – જવાહર બક્ષી”

Leave a Comment

error: Content is protected !!