માણસ મને હૈયા સરસો લાગે – સુરેશ દલાલ

Share it via

ક્યારેક સારો લાગે, ક્યારેક નરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે
સારું ને બૂલ્લરું બોલે એવો બે હોઠ છે
એને ઓળખતાં વરસોનાં વારસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ઘડીક સાચો લાગે ઘડીક જૂઠો લાગે
ઘડીક લાગણીભર્યો, ઘડીક બુઠ્ઠો લાગે
કાયરેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે
ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે
ક્યારેક માણસભૂખ્યો, લોહીતરસ્યો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

Leave a Comment

error: Content is protected !!