મિલન રંગો – લલિત ત્રિવેદી

Share it via

ઊછળી રહી છે કંચુકીમાં રાતની કુમાશ
કંપી રહી છે ગાલમાં જાસૂદની રતાશ

ફૂંકાયું છે શરીરમાં તોફાન ફાગણી…
સ્પર્શુ છુ જ્યાં જરાક તારા દેહના પલાશ

લસર્યા કરે છે આંગળી મસૃણ* શૃંગથી…
ઘૂંટાય છે રંગોમાં લીલી રાતની ભીનાશ

ગ્રીવાથી.. સ્કંધથી… વહે સુંવાળી પીઠ પર..
….ને મારામાં ભળે છે સરિતકેશની ભીનાશ

પંખી ન થૈ શકાય કે ડૂબી શકાય નહિ
આ કેવી ખળખળે છે તારી આંખમાં નીલાશ ???

હોઠોથી નાભી..નાભીથી હોઠો.. ફરી ફરી…
હોઠો.…ભીની ત્વચા…ને સ-રસ દ્રાક્ષની ખટાશ

પ્રસ્વેદના સંગમમાં પછી ઓગળી ગઈ…
થોડી રહી ગયેલ મિલનની મધુર કચાશ.

મસૃણ – કોમળ, સ્નિગ્ધ, એક સમવૃત વર્ણમેળ છંદ, મર

પર્યંત (૧૯૯૦) ગઝલ સંગ્રહમાંથી

લલિત ત્રિવેદી

KHATON KA SAFARNAMA – 97 Rs

Leave a Comment

error: Content is protected !!