મુકામ પોષ્ટ માણસ – નયન હ. દેસાઇ

Share it via

જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,
ભીંતો ને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ.

રસ્તાઓ નિયમિત પગોને છુંદે છે ને પગલાંને ડંખે છે લાલપીળા સીગ્નલ,
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલસાની આશા છે,
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવા ને પીડકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા,
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેર ક્યારેક જય બેસે છે,
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

નયન હ. દેસાઇ

Leave a Comment

error: Content is protected !!