રતિક્રીડાનું ગીત – પરેશ‌ દવે

Share it via

ચૂચૂકપુષ્પની ટોચે ફતોજી ચુંબનવલ્લી છાપે
નિજ શ્યામાનુ અધર ગ્રહીને સખ્ય હોઠનું સ્થાપે
ઊભા વરસ્યા મેહ
ફતોજી ટૌકો માંગે
ભડભડ સળગ્યા દેહ
ફતોજી ટૌકો માંગે
તન ચંપાનો ગજરો ગૂંથી ખળખળ કરતાં આણે
પ્રીત કરીને પારેવડીને સોનલસેજમાં તાણે
ચૂચૂકપુષ્પની ટોચે ફતોજી ચુંબનવલ્લી છાપે
હળવે અંતર કાપ્યા કુંવારિયા
હળવે દેહ માપ્યાં કુંવારિયા
તે
બોલ્યા ચિકવિક ચિકવિક દેહ
ફતોજી ટૌકો માંગે
આડા વરસ્યા મધમધ મેહ
ફતોજી ટૌકો માંગે
ઊડી ગંધ ચહું દિશ
ફતોજી ટૌકો માંગે
ઊડ્યા રંગ લખવીસ
ફતોજી ટૌકો માંગે
હેતથી ભીનો ટૌકો ટેંહૂક ટેંહૂક આયો
છાતીની હોય ખૂંદતો લીલો મોર આયો
મોરલો ઢેલની ગંધે આયો
મોરલો ઢેલ પરમાણે આયો
ખળખળ કરતી સેજડીએ ફતોજી ટૌકો સુણે
ચૂચૂકપુષ્પની ટોચે ફતોજી ચુંબનવલ્લી છાપે !

પરેશ‌ દવે

https://youtu.be/LmC1ZaaA–4

https://youtu.be/RYrcxmX0-z0

Leave a Comment

error: Content is protected !!