લખે છે…!

Share it via

રોજ એવું શું લખે ચોગમ લખે છે,
જે લખે છે તે કશું મોઘમ લખે છે.

વાત પર વિશ્વાસ કરજો ત્યાં તમે,
અંતમાં તો એ તમારા સમ લખે છે.

આંખથી આંખો મળે તો બે જ પળમાં
ફૂલ ફળ કે ઈવ ને આદમ લખે છે.

જો નજર માંડે જરા વાદળ તરફ તો,
તપ્ત ધરતીની મધુર સોડમ લખે છે .

કયાંક છપ્પનભોગ ને પકવાન પરથી,
કો’ક ભૂખ્યા પેટ પર માતમ લખે છે .

આ તિલક પૂજન અજાને બંદગી પણ,
બુદ્ધ ,ઈશ્વર ,રામ ને મહોરમ લખે છે .

શ્વાસની સરગમ રટે સુરતા ધરીને ,
નાદ ગેબી થાય ત્યાં સોહમ લખે છે .

નૈષધ મકવાણા
વડોદરા

Leave a Comment

error: Content is protected !!