લોકો બહુ ફાવી ગયાં – ભરત ભટ્ટ ‘તરલ’

Share it via

એક્ ઈશારે બાથ ભીડાવી ગયાં, બોલો!
એ બધાં લોકો બહુ ફાવી ગયાં, બોલો!

મારી ભીતરના કૂવામાં તેમણે જોયું;
જળની અંદર આગ પેટાવી ગયાં,બોલો !

મેં કર્યો દેખાવ અમથો વૃક્ષની માફક
પંખીઓ કલરવને ફેલાવી ગયાં, બોલો!

લોક તલપાપડ હતાં ડૂબી જવા ત્યારે;
એ નદીના નીર થંભાવી ગયાં, બોલો!

મર્મ ભેદી વળતું બોલ્યાં કે, ‘તરાવું છું!’
હોડીમાં દરિયાને ઠલવાવી ગયાં, બોલો!

ભરત ભટ્ટ ‘તરલ’

Leave a Comment

error: Content is protected !!