વળાંકો – સુનિલ ભીમાણી ‘અંગત’

Share it via

પધાર્યા વળાંકો
ન ધાર્યા વળાંકો

અમે સીધા ચાલી
વધાર્યા વળાંકો

નથી હુંય હાર્યો
ન હાર્યા વળાંકો

ગણી હમસફર મેં
ટપાર્યા વળાંકો

બગાડી સફર પણ
સુધાર્યા વળાંકો

જીવનભર મેં ‘અંગત’
વિચાર્યા વળાંકો

  • સુનિલ ભીમાણી ‘અંગત’
    (પોરબંદર)

7 thoughts on “વળાંકો – સુનિલ ભીમાણી ‘અંગત’”

  1. સાવ ટૂંકી બહેરની આ રચનામાં નવીનતારૂપ રદીફ નો પ્રયોગ અદ્ભૂત ગઝલને આકાર આપે છે. અભિનંદન

    Reply

Leave a Comment

error: Content is protected !!