વૃક્ષાયણ – જગદીપ ઉપાધ્યાય

Share it via

વીંઝાતો કુહાડો ભયથી કાંપે થડ; ૐ વૃક્ષાય નમઃ l
કુદરતની છાતીમાં પડતી ઊંડી તડ; ૐ વૃક્ષાય નમઃ l

વિસ્તરતા વિસ્તારતા છેક પહોચ્યું છે રણ આભે ઊંચા;
ખેતર નીકળ્યાં લેવાને વેચાતાં ખડ; ૐ વૃક્ષાય નમઃl

વૃક્ષ કપાતાં જાણી દઈ દઈ ઠપકો બુઝુર્ગ ગયા કંટાળી;
એણે પણ ધડ મેલી લોકો સાથે જડ; ૐ વૃક્ષાય નમઃ l

આંખોમાંથી મારી ને આ વૃક્ષોની સુકાયાં આંસુ,
સંબંધ અહીંયા તો ભૂમિનું ઉત્તર પડ; ૐ વૃક્ષાય નમઃ l

‘થાવું નોખું’ બાયું કે, ‘ઝટ રૂમ વધારો વૃક્ષ કપાવી’,
આમ વળી લઈ વ્રત પાદરમાં પૂજે વડ; ૐ વૃક્ષાય નમઃ l

જગદીપ ઉપાધ્યાય

Leave a Comment

error: Content is protected !!