આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી ચિનુ મોદી ‘ઈર્શાદ’
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે. મુકુલ ચોક્સી
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે પ્રણવ પંડ્યા
આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,
જન્મજન્માંતરો વીત્યા છે તને ઓળખતાં. હરીન્દ્ર દવે
ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે. અંકિત ત્રિવેદી
ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે. ભગવતીકુમાર શર્મા
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે. અમૃત ઘાયલ
કોનામાં લીલો મોલ લચી પડશે – શી ખબર !
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં. રમેશ પારેખ
છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો. ગૌરાંગ ઠાકર
Kya bat hai