સમય કહેશે -લલિત ત્રિવેદી

Share it via

હે કવિ ! શું અમર, સમય કહેશે
નૂર છે કે હુનર, સમય કહેશે

કેટલું કોણ કોની સાથે છે
કોણ કોના વગર, સમય કહેશે

શું સરકતું ગયું.. બદલતું ગયું…
શું રહ્યું ઉમ્રભર, સમય કહેશે !

મેં ય વાવી’તી ખુશ્બૂ કાગળમાં
શું રહી ગૈ કસર, સમય કહેશે !

શું ફરક પડવાનો ખરે ટાણે-
-ક્યો સમય છે અગર સમય કહેશે !

એકસો આઠ લગમાં વચ્ચે ક્યાંક
કોણ થૈ ‘ગ્યું’તું પર, સમય કહેશે !

તારી સામે જ બેઠો હઇશ, ખુદા !
પૂરી થૈ ગૈ સફર, સમય કહેશે !

લલિત ત્રિવેદી


‘બેઠો છું તણખલા પર’ (પાનાં નંબર – 19)

Leave a Comment

error: Content is protected !!