સરળ અનુવાદ રાધા – મુકેશ જોશી

Share it via

કૈંક   ચોમાસાં    અને    વરસાદ રાધા,
એક   રાતે   કૃષ્ણમાંથી   બાદ    રાધા.

ને,   ઝુરાપાનું   સુદર્શન     આંગળીએ,
રોજ   છેદી   નાખતો  જે   સાદ   રાધા.

એટલે   તો   જિંદગીભર   શંખ   ફુંક્યો,
વાંસળી   ફૂંકે   તો   આવે   યાદ રાધા.

કૃષ્ણને   બહેલાવવાને     આજ    પણ,
ચોતરફ   બ્રહ્માંડમાં   એક  નાદ  રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય  તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ    રાધા.

–  મુકેશ જોશી

http://bit.ly/2FxTs8p

Download kavya Dhara Hindi application

1 thought on “સરળ અનુવાદ રાધા – મુકેશ જોશી”

Leave a Comment

error: Content is protected !!