સાવ અચાનક – આહમદ મકરાણી

Share it via


માળાના મણકાઓ ખૂટયા
અચાનક હાથ અવાચક
પિંજરથી પંખીઓ ઊડ્યાં
સાવ અચાનક હાથ અવાચક

કેન્વાસ પર છબી અધૂરી
આકારોને ઝંખે;
સપનાં કેરાં તોરણ આજે
સાપ બનીને ડંખે

કૂવા કાંઠે બેડાં ડૂબ્યાં
સાવ અચાનક હાથ અચાનક
અધ વચાળે સીંચણ તૂટ્યાં
સાવ અચાનક હાથ અચાનક

પગલાંઓમાં પગલું ભળતાં
વાટ અનેરી થાતી
ઊઘડતી અજનબી દિશાને
ક્ષિતિજો મદમાતી

યાદોના બે શ્રીફળ ફૂટયાં
સાવ અચાનક હાથ અચાનક
પાદરમાં સંબંધો સળગ્યા
સાવ અચાનક હાથ અચાનક

આહમદ મકરાણી

Leave a Comment

error: Content is protected !!