સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ – ભરત ખેની

Share it via

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

સગપણના સૂતરથી સમણાંઓ ટાંકયા
પણ આભલામાં ઝબકારો નૈ.
કાપડે ભરેલ ભાત ભારે સોહામણી
પણ મોરલામાં ટહુકારો નૈ.

સખદખનાં ટેરાવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં
ચાકળાને ચંદરવા જોતી,
ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા
હું આણાં અભાગિયાંને રોતી.

વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

ભરત ખેની

Leave a Comment

error: Content is protected !!