સ્પર્શ તારો થાય ને કોમળ બને – હનીફ સાહિલ

Share it via

સ્પર્શ તારો થાય ને કોમળ બને
આ અજંપો ઓગળી ને જળ બને.

આ ઉઘડતો જાય દિવસ આંખમાં
ને પીગળતી રાત પણ ઝાકળ બને.

આ પ્રતિક્ષારત ક્ષણો તારા વગર
કઈ રીતે કોળે અને કુંપળ બને.

સ્હેજ ઝબકી જાય જો તારું સ્મરણ
તે પછી એકાંત પણ ઝળહળ બને.

લે, પવનને જેમ હું આવી મળું;
લે, હવે આ દૂરતા પણ સ્થળ બને.

શ્વાસની સહુ આપલે પૂરી થઇ
કઈ રીતે સુરભિત હવે આ પણ બને.

શાહીનાં તળિયેથી ઊભરે છે ‘હનીફ’
આ ગઝલ પણ કેટલી વિહવળ બને !..

હનીફ સાહિલ

Leave a Comment

error: Content is protected !!