એનો સ્પર્શ થતાં
રૂક્ષ હથેળીમાં સ્વપ્નો ઊગ્યાં
મનના અરમાન જાગ્યા
એ ગુલાબી ઋજુ
હથેળીમાં
કોતરાયું હોય મારું નામ…
અને એ વિચારે
જાણે
અંગ અંગ અનંગ જાગ્યો…
પણ એતો માત્ર આભાસ…
પથારીમાં પડેલ મારો દેહ..
વર્ષોથી બેજાન અંગોમાં
ક્ષણિક અનંગનો આભાસી અહેસાસ
રૂક્ષ હાથે સ્પર્શવા હાથ લંબાવું..
ત્યાં વાસ્તવિકતા ઊભી ચિડાવતી
અરે…
આતો બધી દિમાગી ખુરાપત.
માત્ર મન જ કાર્યરત.. તનતો…આજ પણ..
ઓહ…
હવે એ ઋજુ હથેળી રોજ સ્પર્શે
અને આ મન રોજ…
એયયય
હરિ તારી રમત નથી સમજાતી..
હવે તું જ આવ …
સાથે ઝંખીએ …
તું માનવ અવતાર..
અને
હું અચેતનમાં ચેતન..
આવે છે ને?
“કાજલ” કિરણ પિયુષ શાહ
https://play.google.com/store/apps/details?id=com.sufalamtech.hindipoem
Download kavya Dhara Hindi App from this link
Too good
Thank u