હાસ્યં પરં ધીમહિ

Share it via

 “શ્રી નટવર પંડ્યાના હાસ્યલેખો મેં વાચ્યા છે. માનવસ્વભાવનું તેમણે ઊંડું અધ્યયન કર્યું છે. માનવજીવનમાં સર્જાતા વિશિષ્ટ પ્રસંગોમાથી હાસ્ય શોધી તેને વ્યક્ત કરવાની ક્ષમતા તેમનામાં છે. હું તેમના હાસ્યક્ષેત્રના મંગલ પ્રારંભને આવકારું છુ.”

 • શ્રી શાહબુદ્દીન રાઠોડ

ગુજરાતના હાસ્યલેખકોમાં પ્રથમ હરોળના હાસ્યલેખક શ્રી નટવરભાઈ પંડ્યાના ઉત્તમ હાસ્યલેખોના સંગ્રહનું પુસ્તક ‘હાસ્યં પરં ધીમહિ’  આવી ગયું છે.

‘હાસ્યં પરં ધીમહિ’ પુસ્તકમાં નવનીત સમર્પણ, અખંડાનંદ, શબ્દસૃષ્ટિ વગેરે જેવા લબ્ધપ્રતિષ્ટિત સાહિત્યિક મેગેઝીનોમાં પ્રગટ થયેલા શ્રેષ્ઠ હાસ્યલેખો લેવામાં આવ્યા છે.

‘હાસ્યં પરં ધીમહિ’માં કુલ ૨૪ હાસ્યલેખો છે. જેમ કે..

 • પથારી ત્યાગનો પૂર્વાધ
 • આઠ આને કિલો આત્મજ્ઞાન
 • ધોતિયું પહેરવાના ધારા-ધોરણો
 • શીત સ્નાનની વેળાએ
 • લેખક બનવાની લમણાઝીંક
 • સત્યનારાયણની કથા
 • ખાડો
 • ઉધારીકરણ
 • જગાના ભણતરના પરાક્રમો
 • મંચસ્થ, મંચોત્સુક અને મંચભ્રસ્ટ મહાનુભાવો
 • કાપલી કૌશલ્ય

‘હાસ્યં પરં ધીમહિ’ની પ્રસ્તાવનામાં વિદ્વાન હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ કહે છે કે, “શ્રી નટવર પંડ્યાએ કેટલાક અરૂઢ વિષયો પર હાસ્યનિબંધો આપ્યા છે. દા. ત. ધોતિયું ધારણ કરાવના ધારા-ધોરણો, જાયે તો જાયે કહાં?, સાપ સાથે એક સાંજ. આ હાસ્યલેખો ને એમણે જે રીતે બહેલાવી જાણ્યા છે તે તેમણે પ્રથમ કક્ષાના સર્જકોની પંગતમાં માનપૂર્વક બેસવાનો અધિકાર આપે છે.”

નટવર પંડ્યા ગુજરાતી અખબારો સંદેશ, દિવ્ય ભાસ્કર, નવગુજરાત ટાઇમ્સ વગેરેમાં નિયમિત કૉલમ લખી ચૂક્યા છે.  (રાજગોર બ્રાહ્મણ હોવા છતાં નિયમિત હોવાની ઉપલબ્ધી માટે અલગથી ઍવોર્ડ આપવામાં આવશે) હાલમાં નટવરભાઈ ‘ગુજરાત મિત્ર’ અખબાર છેલ્લા છ વર્ષથી ‘ન બોલવામાં નવ ગુણ’ કૉલમ લખે છે.

સાહિત્ય સંસદ (મુંબઈ) દ્વારા યોજાયેલ ગુજરાત કક્ષાની હાસ્યલેખન સ્પર્ધામાં  તેઓ પ્રથમ નંબરે વિજેતા થયા હતા. (રૂ. ૧૧,૦૦૦ના પારિતોષિક સાથે)

‘હાસ્યં પરં ધીમહિ’ મેળવામાં માટે સાહિત્ય સંગમ, સુરત (કિમત રૂ ૧૪૦) સંપર્ક કરી શકો છો.

નટવર પંડ્યા –  77 790 56 113 (whatsapp)

3 thoughts on “હાસ્યં પરં ધીમહિ”

Leave a Comment

error: Content is protected !!