હું તો ભૂંસાતી પગલાની છાપ…

Share it via

મોજું આવે ને બસ એટલી જ વાર પછી વ્હેતી થઇશ આપોઆપ…

                                હું તો ભૂંસાતી પગલાની છાપ…

છીપલાંની સાથે મને રહેવું ના ફાવે

        ને ગોઠડી માંડું તો કોની સાથે … ?

મોજાંને કિનારે આવવાની વાર

        ને માણસનું ઋણ મારા માથે… !

વાયરાને કહી દો કે બોલાવે નહીં હવે એમનેમ ડમરીથી માપ …!

                                હું તો ભૂંસાતી પગલાની છાપ…

સાંજ પડે દરિયો પણ થાકી તો જાય

        રોજ પાણીના ઉકેલી વળ;

વાદળ પણ વરસ્યું, ના વરસ્યાની જેમ

        હવે કેમ કરી ઉકેલું સળ..!

રેતીના મણકાની માળા બનાવીને ફેરવું છુ દરિયાને જાપ … !

                                હું તો ભૂંસાતી પગલાની છાપ…

  • અંકિત ત્રિવેદી

Leave a Comment

error: Content is protected !!