હો ન બીજું કશુંયે – વારિજ લુહાર

Share it via

ગઝલમાં ગઝલ હો ન બીજું કશુંયે,
ચહલ હો પહલ હો ન બીજું કશુંયે.

કદી આંખ સામે ધરો આંખ ત્યારે
ચઢેલો અમલ હો ન બીજું કશુંયે.

ફરે તેમ ફરવું કદી ના અટકવું ,
ધરી બસ અચલ હો ન બીજું કશુંયે .

શરત એટલી હો તરસ માપવાની,
તલબ પણ અતલ હો ન બીજું કશુંયે.

ભલે ક્યાંક રસ્તે ખરી જાય પીંછાં ,
ફફડવું અટલ હો ન બીજું કશુંયે.

ન હો અર્થ એ’કે,સમજ ના કશી પણ,
નરી ગડ મથલ હો ન બીજું કશુંયે.

વારિજ લુહાર

Leave a Comment

error: Content is protected !!