કવિશ્રી બ્રેયાંઝ ધ્રોલવીને જન્મ દિવસને શુભકામનાઓ
શબ્દ મક્કા, શબ્દ કાશી છે સમજ
ધર્મની ઊંચી અગાસી છે, સમજ
આંસુનું મેવાડ લૂંછી પોપચે,
એક મીરાંની ઉદાસી છે, સમજ.
ગોમતીની જેમ ભટકી કલ્પના,
એક શાયરની તલાશી છે, સમજ.
આજ ગંગાની અદાલતમાં ઊભા,
પાપને ધોતા પ્રવાસી છે, સમજ.
બ્રેયાંઝ ધ્રોલવી
(જન્મ તારીખ 06-02-1947)
મૂળ નામ : અબ્દુલ ગફર કાઝી
Nice one