અલીડોસો – બ્રેન્યાઝ ધ્રોલવી

જીવતર કંડીલને સળગાવે અલીડોસો, આંસુ ભીની રાતને છલકાવે અલીડોસો. જીવની ડાળી મરિયમ ખીલી કડી માફક, આજ મધમધતુ નગર ટહુકાવે અલીડોસો. પોસ્ટ ઑફિસની રગેરગ છાયા ધબકતી’તી, સૂર્ય માફક રોજ આવે જાવે અલીડોસો. લયો,કડડડડ ભૂસ દૃશ્યો તૂટે અરીસામાં, એક ચહેરો ઉમ્રભર તરડાવે અલીડોસો. પોસ્ટના જૂના મકાને તનહાઈમાં બેસે, પોસ્ટનાં દ્વારો સતત ખખડાવે અલીડોસો. દિલનું જે આકાશ‌ છાનું … Read more

શબ્દ મક્કા, શબ્દ કાશી છે સમજ

કવિશ્રી બ્રેયાંઝ ધ્રોલવીને જન્મ દિવસને શુભકામનાઓ શબ્દ મક્કા, શબ્દ કાશી છે સમજ ધર્મની ઊંચી અગાસી છે, સમજ આંસુનું મેવાડ લૂંછી પોપચે, એક મીરાંની ઉદાસી છે, સમજ. ગોમતીની જેમ ભટકી કલ્પના, એક શાયરની તલાશી છે, સમજ. આજ ગંગાની અદાલતમાં ઊભા, પાપને ધોતા પ્રવાસી છે, સમજ. બ્રેયાંઝ ધ્રોલવી (જન્મ તારીખ  06-02-1947) મૂળ નામ : અબ્દુલ ગફર કાઝી

error: Content is protected !!