તારા સ્મરણનો સૂર્ય સતાવે છે – હરીન્દ્ર દવે

તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું?મધરાતે મારા આભમાં આવે છે, શું કરું? તારા વિરહમાં ભાવિ મિલનની ક્ષણો તરે,ચિત્રો ઘણાં ઘણાં એ જગાવે છે, શું કરું? ક્યારેક ભીંજવી જશે દરિયાની આ લહર,આજે તો રણ બનીને તપાવે છે, શું કરું? આશ્લેષ કલ્પનામાં છે, કહે તો ઉઘાડું આંખ,હૈયામાં ભરતી હેતની આવે છે, શું કરું? હરીન્દ્ર દવે

થાક લાગે – હરીન્દ્ર દવે

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,મેળાનો મને થાક લાગે;મારે વહેતે ગળે ન હવે ગાવુંમેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?સખી, અમથું અમથું ક્યાં અટવાવુંમેળાનો મને થાક લાગે;ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,મેળાનો મને થાક લાગે; એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?એનો … Read more

રૂડો રાસ -હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે શ્યામ, વૃંદાવન રોજની અમાસ, આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ. ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી હવે સૌરભનું લેશ ન ઓસણ, શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે હવે કોઇની રહી ન ઓળખાણ, કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય અટકી ગયો છે … Read more

જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો

એકાદો ઘૂંટ લઈ જામ કર્યો મીઠો, જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો ? આંગળીથી સરતી’તી અલગારી પ્રીત, આંખડીમાં છકલી’તી વ્હાલપની જીત, અંતરમાં ઘુમરાતો રંગ કો આદીઠો, જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો પાંપણ ભીની ને હજી હોઠ રહ્યા કોરા સગપણનો રાહ તપે તરસે છે ફોરાં, રહી રહીને યાદ ચડે સ્વાદ એ અજીઠો જીવતરમાં એવો કદી … Read more

કાનુડાને બાંધ્યો

કાનુડાને બાંધ્યો છે હીરના દોરેબાળુડાને બાંધ્યો છે હીરના દોરે કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાઆંગળીથી માખણમાં આંક્યા,નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;એના હોઠ બે બિડાયા હજી તોરેકાનુડાને બાંધ્યો છે હીરના દોરે. માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરીહાથેથી મોગરાની માળા,આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠુંકાનકુંવર શું ઓછા હતા કાળા?બંધ છોડે … Read more

error: Content is protected !!