કલમ ખડિયો કાગળ લઈને બેઠાદ કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચારવા જી .
સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.
આલીપા છે ધગધગતાં રણ,નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણ ની સાથે માછલિયું ની તડફડ જી.
એમાં થઈને કંઈક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઈ નગર ને ગામને પાદર ઘ રને ખડકી ખખડ્યાં જી.
અવાવરુ કૂવા, અજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી,
સમો ઘૂઘવે ધેરું ધેરું, સૂ. સૂ સૂસવે તીણો જી.
કઈ આ દુનિયા ક્યા લોકા આ, ક્યાંથી લાવ્યા ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઈ પ્રોવે મોતી જી ?
ધીરેન્દ્ર મહેતા