Helpful tips for video making

Share it via

ગ્રીન સ્ક્રીન પરદા પર કોઈ પણ સળ ક્રિઝ રહેવા નહિ દેવી.

આપનો પડછાયો પરદા પર પડવા દેવો નહિ.

શૂટ કરતી વખતે આપના હાથ કંટ્રોલમાં રાખવા. બહુ આગળ હાથ આવવા દેવા નહિ.

કેમેરા (મોબાઈલ) આંખોની બરાબર સામે હોવો જોઇએ. જેથી આપ નીચે જોઇને બોલતા હોય તેવું લાગે નહિ.

મોબાઈલ સ્ટેન્ડ આપનાથી 3 ફૂટ દૂર રાખો.

આપે ગ્રીન કલર, બ્લેકના કપડાં પહેરેલ હોવા જોઇએ નહિ.

લાઇનિંગ વાળ કપડાં પહેરવા નહિ.

ગ્રીનસ્ક્રીન અને તમારા વચ્ચે ઓછામાં ઓછું 2 ફૂટ અંતર રાખો.

ગ્રીનસ્ક્રીન ચારેતરફથી બાંધી બરાબર લો. શૂટિંગ દરમ્યાન ગ્રીન સ્ક્રીન હલવો  જોઇએ નહિ.  (અને તમે પણ ઓછું હલનચલન રાખશો.)

ટુકડામાં શૂટ કરવું. તે બધા ટુકડા જોઇન્ટ થઈ શકે છે.

બેકગ્રાઉન્ડમાં કોઈપણ પ્રકારના સંગીતનો ઉપયોગ કરવો નહિ.

આપ ચસ્મા પહેરતા હોય તો આપના ગ્લાસ પર કોઈ રીફલેશન પડતું ના હોય તેવી કાળજી રાખવી.

હું નીચેના ઉપકરણોનો ઉપયોગ કરું છું. આપણે યોગ્ય લાગે તો કરી શકો છો.

કેમેરા સ્ટેન્ડ પર જ રાખવો. કેમેરા સ્થિર  જ હોવો જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી સ્ટેન્ડનો ઉપયોગ કરો. 

શૂટિંગ થઈ ગયા પછી કેમેરો બંધ કરવાની ઉતાવળ કરવી નહિ.  આપે જે બોલવાનું પૂર્ણ કરી લીધા પછી 15  સેકન્ડ સુધી કેમેરા બંધ ના કરો.આપનો અવાજ ધીમો હશે તો અહિથી એડિટિંગ વખતે વધુ જશે, એટલે આપના કંઠને વધુ શ્રમ નહિ આપો તો ચાલશે.

Leave a Comment

error: Content is protected !!