તો ચિંતાનો વિષય છે – – હર્ષ બ્રહ્મભટ્ટ

Share it via

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

જન્મ તારીખ : 31/07/1954
જન્મ સ્થળ : મહેસાણા, ગુજરાત

અભ્યાસ : ૧) બેચરલ ઓફ સાયન્સ (૧૯૭૪)
૨) માસ્ટર ઓફ સાયન્સ (૧૯૭૬)
વ્યવસાય : –> ગુજરાત સરકારનાં વહીવટી વિભાગમાં

પુસ્તક :
કાવ્યસંગ્રહ :
ગુજરાતી :
૧) એકલતાની ભીડમાં (૧૯૯૨)
૨) અંદર દીવાદાંડી (૨૦૦૨)
૩) મૌનની મહેફિલ (૨૦૦૯)
૪) જીવવાનો રિઆઝ (૨૦૧૦)
૫) ઝાકળ ને તડકાની વચ્ચે (૨૦૧૨)
૬) ખુદને ય ક્યાં મળ્યો છું ? (૨૦૧૨)
૭) કોડિયામાં પેટાવી રાત (૨૦૧૫)
૮) આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો

उर्दू :
१) कंदील (1998)
२) सरगोशी (2004)
३) मेरा अपना आसमाँ (2011)
४) ख़ामोशी है इबादत (2013)

3 thoughts on “તો ચિંતાનો વિષય છે – – હર્ષ બ્રહ્મભટ્ટ”

  1. જીવન નું હાર્દ સમાન પંક્તિ લખી વાહ વાહ

    Reply
  2. ખુબ જ સુંદર વિચાર કણીકા છે. જ્યાં સુધી ઈશ્વર ના દેખાય ત્યાં સુધી જ સલામત છે, કારણ કે – ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. @ નાઝિર દેખૈયા. સાચું જ કહ્યું છે ને ?

    Reply

Leave a Comment

error: Content is protected !!