કવિશ્રી અમિત વ્યાસનો કાવ્ય વૈભવ

Share it via

માત્ર તું બોલે એ બસ છે
વાત હો સાચી કે ખોટી

પ્રગટે છે ત્યારે સાવ નિરાધાર હોય છે
કિરણો જ માત્ર હોય છે આધાર સૂર્યનો

આ અનર્ગળ મૌનને વહેતું કરે
શોધ એ અક્ષર, જરા ઊંડે ઊતર !

સેવી શકે તો સંતની કોટિને પામશે
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !

સાંઇ ! તમે જ કઇંક કહો તાંતણા વિશે
લોકો તો ગૂંચવાઈ ગયા છે કપાસમાં !

એની ભાષા છે મધ સમી મીઠી
જે વિચારીને વાપરે વાણી

વૃક્ષ નીચે મેં સાંભળ્યો કલરવ
ધ્યાનનો આ સરળ પ્રકાર થયો.

આંખથી ઉકલ્યું નહીં એને
કઈ રીતે ઢાળશે તું વાચામાં?

એક પંખી નથી તો લાગે છે
ડાળ જાણે ચીતરેલી છે !

કઈ રીતે પહોચશું ઘરે ? વચ્ચે
જૂઈની ડાળખી નમેલી છે !

એક માણસ પાણી-પાણી થઈ ગયો
આભ ગોરભાતું માથે જોઈને

એક દિ’ પખવાડિયું, મહિનો, વરસ
તું કહે છે એમ શું જાશે તરત ?

ફરતો રહે વિચાર તમારો ગલીગલી
પગ ઊપડે નહીં ને ઘણું ચાલવા મળે.

છે ભૂલા પડવાનો એક જ ફાયદો
કેટલાં રસ્તા પરિચિત થાય છે !

તમામ શે’ર નાજુક ક્ષણો’ માથી)

1 thought on “કવિશ્રી અમિત વ્યાસનો કાવ્ય વૈભવ”

Leave a Comment

error: Content is protected !!